કર્ણાટકમાં શૈક્ષણિક સંસ્થાઓમાં હિજાબ પ્રતિબંધ વિરુદ્ધની અરજીઓ પર સુપ્રીમ કોર્ટનો નિર્ણય આવ્યો છે. જો કે બેન્ચમાં સામેલ બે જજોના અભિપ્રાય અલગ-અલગ છે. જ્યાં જસ્ટિસ હેમંત ગુપ્તાએ હિજાબ પ્રતિબંધને યથાવત રાખ્યો છે. તો જસ્ટિસ સુધાંશુ ધૂલિયાએ પ્રતિબંધ ચાલુ રાખવાના કર્ણાટક હાઈકોર્ટના આદેશને રદ કર્યો હતો. આવી સ્થિતિમાં હવે આ મામલો મોટી બેંચને મોકલવામાં આવ્યો છે.
જસ્ટિસ હેમંત ગુપ્તાએ પોતાનો ચુકાદો આપ્યો છે. તેમણે હિજાબ પ્રતિબંધ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજીઓને ફગાવી દીધી છે. એટલે કે હિજાબ પરનો પ્રતિબંધ યોગ્ય માનવામાં આવે છે.
કર્ણાટકની શૈક્ષણિક સંસ્થાઓમાં હિજાબ વિવાદ પર સુપ્રીમ કોર્ટનો નિર્ણય આવ્યો છે. જો કે બંને જજોનો અભિપ્રાય અલગ છે.