સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)માં રશિયા પર ચર્ચા દરમિયાન કાશ્મીર મુદ્દો ઉઠાવવા બદલ ભારતે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે. પાકિસ્તાની રાજદ્વારી મુનીર અકરમે કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો હતો અને રુસો-યુક્રેન યુદ્ધ અંગે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં મતદાન દરમિયાન તેમની સ્પષ્ટતામાં બંને વચ્ચે સમાનતા લાવવાનો પ્રયાસ કર્યો હતો.
ભારતે આનો કડક શબ્દોમાં જવાબ આપ્યો છે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ રુચિરા કંબોજે કહ્યું, "આશ્ચર્યજનક રીતે, અમે જોયું છે કે એક પ્રતિનિધિમંડળ દ્વારા આ પ્લેટફોર્મનો દુરુપયોગ કરવાનો અને મારા દેશની વિરુદ્ધ નકામી અને વ્યર્થ ટિપ્પણી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે."