ઉદ્ધવ જૂથની ઉમેદવાર ચૂંટણી નહીં લડી શકે? શિંદે અને BMC પર આક્ષેપ

2022-10-12 2,038

ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળના શિવસેના જૂથે BMC પર આરોપ લગાવ્યો છે કે, શિંદે સરકારના દબાણ હેઠળ અંધેરી પેટાચૂંટણીના ઉમેદવાર રૂતુજા લટકેનું રાજીનામું લેવામાં BMC વિલંબ કરી રહી છે. ઉદ્ધવ કેમ્પના ઉમેદવાર રૂતુજા લટકે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)માં ક્લાર્ક છે. દરમિયાન ઉદ્ધવ ઠાકરે જૂથના સભ્ય અનિલ પરબે આક્ષેપ કર્યો હતો કે BMC રૂતુજાને એનઓસી આપવામાં વિલંબ કરી રહી છે કારણ કે તે રાજ્ય સરકારના દબાણ હેઠળ છે. નિયમો અનુસાર કોઈપણ સરકારી કર્મચારી ચૂંટણી લડી શકે નહીં અને રૂતુજા અંધેરી બેઠક પરથી પેટાચૂંટણી લડવા માંગે છે.

Videos similaires