ઉત્તર પ્રદેશના અનેક જિલ્લાઓમાં કેટલાય દિવસોથી સતત વરસાદ યથાવત્ છે. ઘણી નદીઓ ખતરાની ઉપર છે. સેંકડો ગામો પૂરની ઝપેટમાં આવી ગયા છે. ખેતરોમાં ઉભો પાક પણ ખરાબ થઈ ગયો છે. સ્થિતિને જોતા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ અનેક પૂર પ્રભાવિત જિલ્લાઓની મુલાકાત લીધી છે અને સ્થિતિનો તાગ મેળવ્યો છે.