દેશને મળશે ચોથી વંદે ભારત ટ્રેન, આ રાજ્યને PM મોદી આવતીકાલે આપશે ભેટ

2022-10-12 212

ટૂંક સમસમયાં દેશમાં ચોથી વંદે ભારત ટ્રેન દોડતી જોવા મળશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશને ચોથી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની ભેટ આપશે. આ નવી વંદે ભારત ટ્રેન દિલ્હી, ચંડીગઢ થઈ હિમાચલ પ્રદેશના ઉના સુધી દોડોવાશે. એવું કહેવામાં આવ્યું રહ્યું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે ગુરૂવારે 13 ઓક્ટોબરે હિમાચલ પ્રદેશને વંદે ભારત ટ્રેનની ભેટ આપી શકે છે. ઉલ્લેખનિય છે કે, હિમાચલ પ્રદેશમાં પણ ટૂંક સમયમાં વિધાનસભા ચૂંટણી યોજાવા જઈ રહી છે.