કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણીને લઈ શશિ થરૂર અને મલ્લિકાર્જુન ખડગે નિવેદનો આપતા રહ્યા છે ત્યારે આજે ફરી કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણીના ઉમેદવાર મલ્લિકાર્જુન ખડગેએ મધ્યપ્રદેશના ભોપાલમાં મીડિયાને જવાબ આપ્યો હતો. જ્યારે મીડિયાએ ખડગેને પૂછ્યું કે, નિશ્ચિત રૂપે આપ કોંગ્રેસ અધ્યક્ષ બની જશો, ત્યારબાદ PM ફેસ તરીકે રાહુલ ગાંધી હશે કે તમે ? આ જવાબમાં મલ્લિકાર્જુને પણ કહ્યું કે, આપણે ત્યાં એક કહેવત છે કે બકરી ઈદમાં બચશો તો મોહરમમાં નાચશો. પહેલા મારી ચૂંટણી તો પૂરી થવા દો.. મને પ્રમુખ બનવા દો, પછી જોઈશું.