ભાજપની ગુજરાત ગૌરવ યાત્રા બહુચરાજીથી માતાના મઢ સુધી જશે

2022-10-12 1

આજથી ભાજપની ગુજરાત ગૌરવ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમાં જે.પી.નડ્ડાએ બહુચરાજીથી યાત્રાનો પ્રારંભ કરાવ્યો છે. તેમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ, સી.આર.પાટીલ હાજર છે.

તેમજ બહુચરાજીથી માતાના મઢ સુધી યાત્રા જશે. તેમજ યાત્રામાં પ્રદેશ અને રાષ્ટ્રીય નેતાઓ હાજર રહ્યાં છે. તથા 9 દિવસની યાત્રામાં 9 વિધાનસભામાં જાહેર સભા યોજાશે.