જૌનપુરથી એક દર્દનાક વીડિયો વાયરલ થયો છે. અગાઉ ઉત્તર પ્રદેશના અયોધ્યા અને ફતેહપુર બાદ જૌનપુર જિલ્લામાં પણ રામલીલા મંચ પર હાર્ટ એટેકથી કલાકારનું મૃત્યુ થયું હતું. તાજો મામલો મછલીશહર તહસીલના બેલાસિન ગામનો છે. અહીં રામલીલાના મંચન દરમિયાન ભગવાન શિવનું પાત્ર ભજવી રહેલા કલાકારને હાર્ટ એટેક આવ્યો હતો. ત્યાર બાદ તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.