મંગળવારે બ્રિટનની સંસદમાં એક ખાસ મહેમાન દેખાયા હતા. આ મહેમાન વિજ્ઞાનની દુનિયાની અનોખી ક્રાંતિ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ પર બ્રિટિશ સંસદસભ્યોને સંબોધિત કરી રહ્યા હતા. જો કે, આ સંબોધન દરમિયાન જ્યારે આ રોબોટ હોસ્ટ્સ સાથે વાત કરતા ઊંઘી ગયો ત્યારે એક વિચિત્ર સ્થિતિ સર્જાઈ અને તેના કારણે તેની આંખો ડરામણા ઝોમ્બિી જેવી થઈ ગઈ. વાસ્તવમાં તે એક ટેકનિકલ ખામી હતી જેને તાત્કાલિક સુધારી લેવામાં આવી હતી.
AI-DA નામની આ માનવ જેવી દેખાતી રોબોટ ઓક્સફર્ડ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ વિકસાવ્યો છે. આ રોબોટનું નામ બ્રિટિશ ગણિતશાસ્ત્રી એડા લવલેસના નામ પરથી રાખવામાં આવ્યું છે. આ રોબોટ સામે બ્રિટિશ સંસદે મૂકેલો પ્રશ્ન પણ ખૂબ જ સમકાલીન અને મહત્વપૂર્ણ હતો. બ્રિટિશ સંસદે આ રોબોટને પૂછ્યું કે શું આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ક્રિએટિવ ઇન્ડસ્ટ્રીઝ માટે કોઈ ખતરો પેદા કરી રહ્યું છે?