જગત જનની મા ઉમિયાની આસ્થાને વિશ્વભરમાં ઉજાગર કરવાના ભાગરૂપે વિશ્વ ઉમિયાધામમાં નિર્માણાધીન મંદિર દરેક સમાજના લોકો મા ઉમિયાની પ્રસાદી રૂપે મીઠાઈ તેમજ નમકીનની ખરીદી કરીને સહભાગી થઈ શકે, તે અંતર્ગત વિશ્વ ઉમિયાધામ દ્વારા ‘ઉમા સ્વાદમ્’ મીઠાઈ અને નમકીનનું વેચાણ-વિતરણનો શુભારંભ થયો છે. ‘ઉમા સ્વાદમ્’ વિશ્વ ઉમિયાધામ દ્વારા ગૌ માતાના શુદ્ધ ઘીમાંથી મીઠાઈ અને નમકીનના રૂપે બનાવવામાં આવતો મા ઉમિયાનો પ્રસાદ છે. જે સંસ્થાના ઉમાસેવકોની સીધી દેખરેખ હેઠળ ગુણવતા તથા શુદ્ધતાનું વિશેષ ધ્યાન રાખી બનાવવામાં આવે છે. જેનો શુભારંભ સુપ્રસિદ્ધ કથાકાર પૂજ્ય જીગ્નેશ દાદાના વરદ્ હસ્તે તથા વિશ્વઉમિયાધામના પ્રણેતા અને પ્રમુખ આર.પી. પટેલ તેમજ દાતાઓ અને ટ્રસ્ટીઓની ઉપસ્થિતિમાં શરદપૂર્ણિમાના શુભદિને થયો છે.