મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં નવનિર્મિત 'શ્રી મહાકાલ લોક'ને લઈને પ્રવાસીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હવે ટૂંક સમયમાં આ કોરિડોર બોલિવૂડમાં પણ જોવા મળશે. સરકારે ફિલ્મ નિર્માતાઓને અહીં ફિલ્મોનું શૂટિંગ કરાવવા માટે પ્રસ્તાવ મોકલવાની તૈયારી શરૂ કરી દીધી છે. થોડા દિવસો પહેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પણ મધ્યપ્રદેશને 'મોસ્ટ ફ્રેન્ડલી સ્ટેટ' એવોર્ડથી નવાજ્યા છે.