વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતમાં ત્રણ દિવસનો પ્રવાસ પૂર્ણ કરી મધ્યપ્રદેશના ઈન્દોરમાં પહોંચ્યા હતા, જ્યાં તેમનું એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ દરમિયાન મંત્રી નરોત્તમ મિશ્રા, તુલસી રામ સિલાવટ અને પૂર્વ લોકસભા અધ્યક્ષ સુમિત્રા મહાજને તેમનું સ્વાગત કર્યું હતું. દરમિયાન અગાઉ વડાપ્રધાન મોદીએ ગુજરાતમાં વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ અન ખાતમુહૂર્ત કર્યું હતું. સતત ત્રણ દિવસ ગુજરાતને વિકાસની ભેટ આપી વડાપ્રધાન મોદી હાલ મધ્યપ્રદેશના ઈન્દોર પહોંચી ગયા છે.