વિદેશ મંત્રી એસ જયશંકરે કેનબેરામાં ઓસ્ટ્રેલિયાના નાયબ વડાપ્રધાન રિચર્ડ માર્લ્સને વિરાટ કોહલીનું હસ્તાક્ષરિત બેટ ભેટમાં આપ્યું છે. આ ભેટથી એ સંદેશો આપ્યો કે ક્રિકેટ બંને દેશોને એક સમાન દોરામાં બાંધે છે. માર્લ્સે ટ્વીટ કર્યું, "મને ડૉ. જયશંકરને હોસ્ટ કરીને આનંદ થાય છે. ઘણી વસ્તુઓ આપણને બાંધે છે, જેમાંથી એક ક્રિકેટ પ્રત્યેનો પ્રેમ છે. આજે તેણે ક્રિકેટના દિગ્ગજ વિરાટ કોહલીના હસ્તાક્ષરવાળા બેટથી મને આશ્ચર્યચકિત કરી દીધું.જયશંકરે પ્રાદેશિક અને વૈશ્વિક સુરક્ષા પર તેમના મંતવ્યો શેર કર્યા હતા.