રાજ્યમાં આગામી 24 કલાક વરસાદી માહોલ રહેશે

2022-10-11 758

રાજ્યમાં આગામી 24 કલાક વરસાદી માહોલ રહેશે. જેમાં સૌરાષ્ટ્ર,દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદ આવશે. તથા વાતાવરણમાં ભેજ હોવાથી છૂટો-છવાયો વરસાદ પડશે. તેમાં

સુરત, વલસાડ,નવસારી, ભાવનગરમાં મેઘમહેરની આગાહી છે. તથા રાજકોટ, વડોદરા, અમદાવાદમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 5 દિવસ બેવડી ઋતુનો લોકોને

અનુભવ થશે. વાદળો હટ્યા બાદ તાપમાનમાં વધારો થશે. તેમજ ઓક્ટોબર મહિનાના અંત સુધી બેવડી ઋતુ રહેશે. હાલ ચોમાસાની વિદાઈ ભરૂચ સુધી પહોંચી છે.