કપિલ દેવે 'પ્રેશર' અને 'ડિપ્રેશન'ને 'અમેરિકન શબ્દો ગણાવ્યા, થયા ટ્રોલ

2022-10-11 247

ભારતના ભૂતપૂર્વ કેપ્ટન કપિલ દેવે તાજેતરમાં યોજાયેલી એક ઈવેન્ટમાં 'પ્રેશર' અને 'ડિપ્રેશન'ને 'અમેરિકન શબ્દો' હોવા પર નિવેદન આપ્યું હતું. હાલમાં વાયરલ થયેલા એક વીડિયોમાં કપિલ દેવે કહ્યું, હું ટીવી પર ઘણી વખત સાંભળું છું કે IPLમાં રમવા માટે ખેલાડીઓ પર ઘણું દબાણ છે. ત્યારે હું એક જ વાત કહું છું, કે જો તમના કોઈ પણ પ્રેશર કે ડિપ્રેશન હોય તો ના રમો.