રાજ્ય સરકારના લેન્ડ રેકોર્ડ વર્ગ-3ના કર્મચારીઓ આજથી અચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા

2022-10-10 479

રાજ્યમાં એક પછી એક કર્મચારી મંડળ દ્વારા વિરોધ અને હડતાલનું પગલું ઉઠાવી પોતાની માંગણીઓ ચૂંટણી ટાણે જ સરકાર પાસે રજૂ કરી રહ્યા છે, ત્યારે વધુ એક કર્મચારી મંડળ દ્વારા આજથી અચોક્કસ હડતાલનું શાસ્ત્ર અજમાવવામાં આવ્યું છે.આજે લેન્ડ રેકોર્ડ વર્ગ-3ના કર્મચારી મંડળ દ્વારા આજથી અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરી ગયા છે.