યુક્રેને આપ્યો રશિયાને જડબાતોડ જવાબ, વળતા પ્રહારમાં ડ્રોન તોડી પાડ્યા

2022-10-10 3,665

યુક્રેન અને રશિયા વચ્ચે ફરી એકવાર તણાવ વધી રહ્યો છે. ક્રિમીઆ બ્રિજ પર યુક્રેનના હુમલા બાદ રશિયા સ્તબ્ધ થઈ ગયું છે. તો રશિયન સૈનિકોએ યુક્રેનના અનેક શહેરો પર હુમલો કર્યો છે. યુક્રેનના જણાવ્યા અનુસાર રશિયન સેનાએ છેલ્લા 24 કલાકમાં 75 મિસાઈલો છોડી છે. સાથે જ યુક્રેને પણ રશિયાના હુમલાનો જવાબ આપ્યો છે. યુક્રેન દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે યુક્રેનિયન એર ડિફેન્સે રશિયાના 9 થી 12 કામિકાઝ ડ્રોનને તોડી પાડ્યા છે. આ સાથે જ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પણ સુરક્ષા પરિષદના સભ્યોની બેઠક બોલાવી છે.

Videos similaires