રશિયા યુક્રેન પર કર્યો ભીષણ હુમલો

2022-10-10 8,127

રશિયાએ યુક્રેનની રાજધાની કિવ સહિત સમગ્ર દેશના ઘણા વિસ્તારો પર અત્યાર સુધીનો સૌથી ભીષણ હુમલો કર્યો છે. કિવના ઘણા વિસ્તારોમાં જોરદાર વિસ્ફોટના અવાજ સંભળાયા છે. રશિયન હુમલાઓએ ઘણી જગ્યાએ ભારે નુકસાન કર્યું હતું. રશિયાએ ઘણા મહિનાઓ પછી કિવ પર હુમલો કર્યો છે. કિવ સિવાય રશિયન સેનાએ પોલેન્ડ બોર્ડર પર લ્વિવ, ઝાયટોમાયર,ખમેલનયટ્સ્કી સહિત અનેક શહેરોને એક સાથે નિશાન બનાવ્યા છે. ક્રિમિયાના પુલને ઉડાવી દેવાયા બાદ રશિયાએ આ જવાબી હુમલો કર્યો હોવાનું માનવામાં આવે છે. કહેવામાં આવી રહ્યું છે કે રશિયાએ કિવ પર મિસાઈલથી હુમલો કર્યો છે. કિવના મેયરે આ વિસ્ફોટોની પુષ્ટિ કરી છે. આની પહેલા રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ક્રિમિયા બ્રિજ પર થયેલા હુમલાને આતંકવાદી ઘટના ગણાવી હતી.

Videos similaires