પ્રકાશ અને ઉત્સાહનું પર્વ દીવાળી ટાણે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે શહેરમાં અનેક સ્થાનો પર ફટાકડાના સ્ટોલ શરુ થઇ રહ્યા છે. કોઇ પણ તહેવારની ઉજવણી ધામધૂમ અને હર્ષોલ્લાસથી કરનારા સુરતીલાલાઓ દીવાળીના તહેવારની ઉજવણી માટે તૈયારીઓ શરુ કરી દીધી છે. જોકે ચાલુ વર્ષે મોંઘવારીની અસર ફટાકડા પર પણ પડી છે. દારુ-ગોળા, કેમિકલ અને મજૂરી સહિત અન્ય ખર્ચા ઓમાં વધારો થતા ફટાકડાની કીમતમાં સરેરાશ ૪૦ ટકાનો વધારો થયો છે.