ગુરુગ્રામમાં ભારે વરસાદ વચ્ચે મોટી દુર્ઘટના, તળાવમાં ડૂબવાથી 6 બાળકોના મોત

2022-10-09 172

ગુરુગ્રામમાં રવિવારે ભારે વરસાદ વચ્ચે એક મોટો અકસ્માત થયો હતો. સેક્ટર-111માં વરસાદી તળાવમાં ન્હાવા ગયેલા 6 બાળકોના ડૂબી જવાથી મોત થયા હતા. માહિતી મળતાં જ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને બચાવ કામગીરી હાથ ધરી હતી. જે બાદ તમામ બાળકોના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે તમામ બાળકો નજીકની કોલોની શંકર વિહારના રહેવાસી હતા. મળતી માહિતી મુજબ, પોલીસે તમામના પરિવારજનોને જાણ કર્યા બાદ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા છે. પોલીસે પણ વધુ તપાસ શરૂ કરી છે.

Videos similaires