ઉત્તરપ્રદેશ-ઉત્તરાખંડમાં 11 ઓક્ટોબર સુધી ભારે વરસાદ, 23 રાજ્યોમાં યલો એલર્ટ

2022-10-09 1

ઉત્તરપ્રદેશમાં કેટલાક દિવસથી વરસાદ ચાલુ રહેતાં નદીઓમાં ભારે પૂર જેવી સ્થિતિ છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ ઉત્તરાખંડ, પૂર્વ રાજસ્થાન, પૂર્વ ગુજરાત, પશ્ચિમ મધ્યપ્રદેશ સહિતના અનેક રાજ્યોમાં 11 ઓક્ટોબર સુધીમાં ભારે વરસાદ થઇ શકે છે. હવામાન વિભાગે ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ અને તામિલનાડુમાં ઓરેન્જ એલર્ટ જારી કર્યું હતું. તે સાથે જ બિહાર, ઝારખંડ, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ સહિત 23 રાજ્યોમાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. મહારાષ્ટ્રમાં આગામી ત્રણ દિવસ દરમિયાન અલગ અલગ સ્થાને ભારે વરસાદ થઇ શકે છે.