વરસાદથી બેહાલ દિલ્હી-NCR, મહારાષ્ટ્રમાં યલો એલર્ટ

2022-10-09 88

ઉત્તરથી દક્ષિણ ભારતના ઘણા રાજ્યોમાં વરસાદનો કહેર છે. દિલ્હી-એનસીઆરથી લઈને મુંબઈ સુધીના વિવિધ શહેરોમાં વરસાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો. પર્વતીય રાજ્યોમાં પણ ભારે વરસાદ ધમરોળી રહ્યો છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હી, ગુરુગ્રામ, ફરીદાબાદ, ગાઝિયાબાદ, નોઈડા, ગ્રેટર નોઈડા સહિત એનસીઆરમાં ગઈકાલ (શનિવાર)થી વરસાદ પડી રહ્યો છે. દિલ્હી-NCRમાં ભારે અને ધીમીધારે વરસાદની પ્રક્રિયા ચાલી રહી છે. વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે.

Videos similaires