ઉત્તર પ્રદેશના બહરાઈચમાં જૂલુસમાં કરંટ લાગતા 5નાં મોત

2022-10-09 306

ઉત્તર પ્રદેશના બહરાઈચમાં રવિવારે સવારે નીકળેલા બારવફતના સરઘસમાં સામેલ પાંચ લોકોનું વીજ કરંટ લાગવાથી મોત થયા છે. આ ઘટનામાં બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે, જેમને સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઘટના બહરાઈચ જિલ્લાના નાનપારા વિસ્તારના ભગડવા માસુપુર ગામની છે.