બોટાદ : સૌરભ પટેલનો વિરોધ શરૂ, ટિકિટ ન આપવા કરાઈ માંગ

2022-10-08 1,305

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ પક્ષપલટો, વિરોધ અને રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યા છો. ત્યારે બોટાદમાંથી એક મહત્વના સમાચારો સામે આવ્યા છે. બોટાદમાં સૌરભ પટેલ વિરોધી જૂથની એક મહત્વની બેઠક મળી હતી. તો હવે આ જૂથ વિધાનસભાની ચૂંટણી પહેલા સક્રિય થઈ ગયું છે. સૌરભ પટેલના વિરોધમાં જોવા મળેલી આ બેઠકમાં ભાજપના પૂર્વ અને વર્તમાન આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં ટિકિટ સૌરભ પટેલને નહીં પણ સ્થાનિક સમાજને જ ટીકીટ આપવા માંગ કરવામાં આવી છે.

Videos similaires