નશામાં ધૂત યુવતીએ મચાવી ધમાલ, સોસાયટીના ગાર્ડ સાથે કરી બબાલ

2022-10-08 391

નોઈડાની વધુ એક સોસાયટીમાં ગાર્ડ સાથે ગેરવર્તણૂકનો મામલો સામે આવ્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે નશામાં ધૂત યુવતીઓએ ગાર્ડ સાથે ગેરવર્તન કર્યું હતું. એટલું જ નહીં 3 યુવતીઓએ મોડી રાત્રે હાઈવોલ્ટેજ ડ્રામા કર્યો હતો. મળતી માહિતી મુજબ, આ ઘટના નોઈડાની અજનારા હોમ્સ સોસાયટીમાં બની છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં યુવતીએ ગાર્ડનો કોલર પકડેલી જોવા મળે છે. કહેવામાં આવી રહ્યું છે કે ત્રણેય યુવતીઓ નશામાં હતી.