શુક્રવારે એક અમેરિકન પોલીસકર્મીને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. સ્થાનિક સમાચારો અનુસાર, કારમાં બેઠેલા કિશોર પર અંધાધૂંધ ફાયરિંગ કરવાનો વીડિયો વાયરલ થયા બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ, 17 વર્ષીય એરિક કેન્ટુને સેન એન્ટોનિયો પોલીસ ઓફિસર જેમ્સ બર્નાર્ડે અંધાધૂંધ ગોળી મારી દીધી હતી જ્યારે તે રવિવારે મેક ડોનાલ્ડના પાર્કિંગમાં પોતાની કારમાં બેઠો હતો.