12મી અને 13મી ઓક્ટોબરથી ગુજરાત ગૌરવ યાત્રાનો શુભારંભ

2022-10-08 184

ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના ઉપાધ્યક્ષ ગોરધન ઝડફીયા અને પ્રદેશ મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલાએ પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું કે, સૌરાષ્ટ્રમા ગુજરાત ગૌરવ યાત્રા અંતર્ગત બે યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પહેલી યાત્રા 12 તારીખે દ્વારકાથી પોરબંદર નિકળશે આ યાત્રાનું પ્રસ્થાન રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા કરાવશે જયારે બીજી યાત્રા 13 ઓક્ટોબર સંત સવૈયાનાથજીના ધામ ઝાંઝરકાથી સોમનાથ સુધી યોજાશે. આ યાત્રાનું પ્રસ્થાન કેન્દ્રના ગૃહમંત્રી અમિત શાહ કરાવશે.

Videos similaires