VIDEO: યૂક્રેનનો હુમલો? રશિયાને ક્રિમીયાથી જોડતો બ્રિજ સળગી ઉઠ્યો, રોડ પાણીમાં ગરકાવ

2022-10-08 655

રશિયાને ક્રિમિયા સાથે જોડતા કેર્ચ સ્ટ્રેટ બ્રિજ પર શનિવારે સવારે ભીષણ આગ જોવા મળી હતી. સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલી તસવીરોમાં ભીષણ આગ અને ધુમાડો જોઈ શકાય છે. યુક્રેન સાથેના યુદ્ધ દરમિયાન ક્રિમીયામાં ઉપસ્થિત રશિયન સૈનિકો માટે આ પુલ અત્યંત મહત્વપૂર્ણ હતો. બ્રિજ પરથી પસાર થતી માલવાહક ટ્રેનમાં આગ લાગતાં બ્રિજ પરનો વાહનવ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે. ટ્વીટ પર શેર કરાયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે સળગતી ટ્રેનની પાસે બંને બાજુની રસ્તા પાસેની લેન પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. કેર્ચ સ્ટ્રેટ બ્રિજને રશિયન શક્તિનું પ્રતીક માનવામાં આવતું હતું કારણ કે, રશિયાએ 2014માં ક્રિમીઆ પર કબજો કર્યો હતો.