મુંબઈના કુર્લા વિસ્તારમાં તિલક નગર રેલ વ્યૂ કોર્પોરેટ હાઉસિંગ સોસાયટીમાં ભીષણ આગ લાગી છે. તાજેતરની માહિતી અનુસાર બિલ્ડિંગમાં ઘણા લોકો ફસાયેલા છે. તો ત્યાં કેટલાક લોકો બારીમાંથી નીચે ઉતરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ લોકો દોરડા દ્વારા નીચે ઉતરવાનો પ્રયાસ કરી રહ્યા છે. હાલ ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો ચાલુ છે.