કેજરીવાલ વિરોધી પોસ્ટર ફાડવામાં આવતા પોલીસ બંદોબસ્ત મુકાયો

2022-10-08 1

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ફરી એક વખત ધર્મ કેન્દ્ર સ્થાને છે. કોઈ નેતાના નિવેદનું એક નિવેદન હમેશા ચૂંટણીની દશા અને દિશા બદલી નાખતું રહ્યું છે. આ વખતે પણ કંઈક આવું જ ગુજરાતના રાજકારણમાં જોવા મળી રહ્યું છે. બે દિવસ પહેલા આપના એક મંત્રી દ્વારા હિંદુ ધર્મના ભગવાનને લઈને વિવાદિત નિવેદન કરવામાં આવ્યું હતું. જે બાદ ઠેર ઠેર વિરોધનો વંટોળ સર્જાયો હતો. તેવામાં આજરોજ રાજકોટમાં અનેક જગ્યાઓ પર કેજરીવાલ વિરોધી પોસ્ટર લાગ્યા હતા. જેથી આપના કાર્યકરોએ રોષમાં આવીને આ પોસ્ટરો ફાડી નાખ્યા હતા. આથી શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જ્યાં પોસ્ટર લગાવવામાં આવ્યા છે ત્યાં પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે. આ ઉપરાંત પોલીસ અધિકારીઓએ પોસ્ટર લગાડનાર ઇજારદારોને પોસ્ટર ઉતારી લેવા માટે પણ કહ્યું છે.