વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવખત ગુજરાતના પ્રવાસે આવતીકાલથી ત્રણ દિવસ માટે આવી રહ્યા છે. તેઓ ત્રણ દિવસમાં રાજ્યમાં 14,500 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. PM મોદી મહેસાણા, ભરૂચ અને જામનગરમાં લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. તદઉપરાંત મહેસાણા ના મોઢેરા ૩900 કરોડ ના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે
PM નરેન્દ્ર મોદી 9 ઓક્ટોબરે મોઢેરાની મુલાકાત લેશે. સૂર્ય મંદિરમાં 3D પ્રોજેક્શન, હેરીટેજ લાઈટિંગનુ ઉદ્ઘાટન કરશે. સૌર ઉર્જાથી સંચાલિત પ્રોજેક્શન મેપિંગ અને લાઈટિંગ શો થશે. મોઢેશ્વરી માતાના મંદિરમાં દર્શન અને પૂજા કરશે. સૂર્ય મંદિરની પણ પ્રધાનમંત્રી મુલાકાત લેશે. મોઢેરાને સંપૂર્ણ સૌર ઉર્જા સંચાલિત ગામ તરીકે જાહેર કરાશે. ભરૂચમાં 8 હજાર કરોડના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. તેમજ ફાર્મા સેક્ટરને લગતા વિકાસકામો નું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.