વડોદરામાં કેજરીવાલના રોડ શો અગાઉ બબાલ: AAP-BJPના કાર્યકરો સામ-સામે

2022-10-08 971

વડોદરામાં કેજરીવાલના રોડ શો અગાઉ બબાલ થઇ છે. રાજમહેલ રોડ ખાતે ભાજપ અને આપના કાર્યકરો આમને સામને આવી ગયા છે. નવરાત્રીના બેનરો પર આપના બેનર લગાવવાનો વિરોધ થયો છે. હિન્દુ દેવી-દેવતાઓના અપમાન કરનારને રોડ શો નહીં કરવા દેવાય તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

ભાજપના પૂર્વ નગરસેવક નીતિન પટેલ અને સ્થાનિકોએ ચીમકી આપી છે. નીતિન પટેલે કહ્યું કે મારામાં પણ હિંદુત્વ છે. તમે જે ભગવાનને ગાળો દો છો, અપમાનિત કરો છો. અમે એમના જ ભકતો છીએ. અમે ખોટું નહીં જ થવા દઇએ.
રોડ શો નહીં થવા દેવાય. ભજન કરીશું.