ઓહાયોના ટોલેડોમાં શુક્રવારે રાત્રે વ્હીટમોર હાઇસ્કૂલ ફૂટબોલ સ્ટેડિયમની બહાર ત્રણ લોકોને ગોળી મારી દેવામાં આવી હતી. તેમની હાલની સ્થિતિ વિશે હજુ સુધી કોઈ માહિતી મળી નથી. સ્ટેડિયમની બહાર ગોળીબારનો અવાજ સાંભળ્યા બાદ સ્ટેડિયમ સ્ટેન્ડની અંદર હાજર લોકો દોડતા જોવા મળ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર વ્હીટમોર એચએસ ફૂટબોલ સ્ટેડિયમની બહાર ઓછામાં ઓછા ત્રણ લોકોને ગોળી વાગી હતી.