રાજકોટમાં સ્વાઇન ફ્લૂથી મહિલાનું મોત, આરોગ્ય તંત્ર એલર્ટ

2022-10-08 234

ચોમાસું પૂરું થતાં અને શિયાળાની ઋતુ બેસતા જ સ્વાઇન ફલૂના કેસ સામે આવતા હોય છે. હજી તો ઠંડીનો ચમકારો જોઇ એવો શરૂ પણ થયો નથી ત્યાં રાજકોટ શહેરમાં સ્વાઇન ફલૂનો કહેર જોવા મળી રહ્યો છે. છેલ્લાં 24 કલાકમાં એક 50 વર્ષના મહિલાનું સ્વાઇન ફ્લૂના લીધે મોત થતાં આરોગ્ય તંત્ર એલર્ટ થઇ ગયું છે. મળતી માહિતી પ્રમાણે રાજકોટમાં સિવિલમાં હાલ બે સ્વાઇન ફ્લૂના દર્દીની હાલત ગંભીર છે. તો કેટલાંક દર્દી ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

Videos similaires