ભારતીય વાયુસેનાનો આજે 90મો સ્થાપના દિવસ

2022-10-08 218

આ વર્ષે એરફોર્સ ડેને બે ભાગમાં વહેંચવામાં આવ્યો છે. આજે સવારે ચંડીગઢ એરબેઝ પર પરેડનું આયોજન કરવામાં આવશે. આ દરમિયાન એર ચીફ માર્શલ વીઆર ચૌધરી પરેડની સલામી લેશે અને એરમેનને સંબોધિત કરશે. આ દરમિયાન એરબેઝ પર હેલિકોપ્ટરના બે ફોર્મેશનનો ફ્લાય પાસ્ટ પણ થશે. આ સિવાય એરમેનને વીરતા મેડલ એનાયત કરવામાં આવશે. આ ખાસ અવસર પર એરફોર્સ ચીફ એરફોર્સના નવા કોમ્બેટ યુનિફોર્મનું પણ વિમોચન કરશે.