CNGના ભાવમાં 3 રૂપિયાનો વધારો: આવતીકાલથી નવા દરો લાગુ થશે

2022-10-07 4,892

દિવાળી પહેલા સામાન્ય માણસને મોટો ઝટકો લાગ્યો છે. IGL દ્વારા CNGના ભાવમાં પ્રતિ કિલો 3 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. વધેલા દરો શનિવારથી લાગુ થશે. રાજધાની દિલ્હીમાં CNGની કિંમત 75.61 રૂપિયાથી વધારીને 78.61 રૂપિયા કરવામાં આવી છે. જ્યારે નોઈડા, ગ્રેટર નોઈડા અને ગાઝિયાબાદમાં કિંમત 78.17 રૂપિયાથી વધારીને 81.17 રૂપિયા કરવામાં આવી છે.