દુર્ગા વિસર્જનમાં હંગામો: બિલાસપુરમાં પથ્થરમારો, DJ સહિતના વાહનોમાં તોડફોડ, પ્રતિમા તોડી

2022-10-07 648

છત્તીસગઢના બિલાસપુરમાં શુક્રવારે વહેલી સવારે દુર્ગા મૂર્તિ વિસર્જન દરમિયાન હંગામો થયો હતો. ઘટના દરમિયાન બંને પક્ષો વચ્ચે પથ્થરમારો અને લાકડીઓથી મારામારી જોવા મળી હતી. આ દરમિયાન ડીજે વાહન સહિત અન્ય વાહનોમાં તોડફોડ કરવામાં આવી હતી. વિસર્જન માટે લઈ જવામાં આવતી મૂર્તિને પણ બદમાશોએ તોડી નાખી હતી. લગભગ બે કલાક સુધી રોડ પર અફરાતફરી મચી હતી, આ ઘટના દરમયિાન પોલીસ પણ જોવા મળી ન હતી. વિસર્જન જોવા આવેલા લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. બંને પક્ષો તરફથી સિટી કોતવાલી ખાતે કેસ નોંધવામાં આવ્યો છે. સમગ્ર હંગામાનો વીડિયો પણ સામે આવ્યો છે.

Free Traffic Exchange

Videos similaires