મુંબઈના ઘણા વિસ્તારોમાં વરસાદ પડ્યો, આવતીકાલે પણ મેઘરાજા વરસસે

2022-10-07 287

મહારાષ્ટ્રની રાજધાની આ મુંબઈમાં વરસાદ પડી રહ્યો છે. હાલ છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસમાં વરસાદ પડતા લોકોએ છત્રી લઈને બહાર નિકળવાનો વારો આવ્યો છે. દરમિયાન ગઈકાલે પણ મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં દિવસભર વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યું હતું. તો ગઈકાલે હવામાન વિભાગે શુક્રવારે પણ વરસાદ પડવાની આગાહી કરી હતી. તો આજે પણ મુંબઈમાં ક્યાંક આંશિક તો ક્યાંક ધઓધમાર વરસાદ જોવા મળી રહ્યો છે.