અમદાવાદમાં વસ્ત્રાલના કર્ણાવતી રોડ પર ગંભીર અકસ્માત સર્જાયો છે. જેમાં બુલેટ અને કાર વચ્ચે ગંભીર અકસ્માત થતા આસપાસના લોકો ગભરાઇ ગયા છે. અકસ્માતમાં બુલેટનો
કચ્ચરઘાણ વળ્યો છે. જેમાં બુલેટના બે ટુકડા થઇ ગયા છે. તેમજ એક વ્યક્તિના મોતની આશંકા છે. ઉલ્લેખનીય છે કે અકસ્માત દરમ્યાન ફાયરિંગ પણ થયું હોવાનું અનુમાન છે. જેથી
રામોલ અને ઓઢવ પોલીસે સંયુકત તપાસ હાથ ધરી છે.