શરાબ કૌભાંડમાં EDની કાર્યવાહી, દિલ્હી,પંજાબ, હૈદરાબાદમાં 35 જગ્યાએ રેડ

2022-10-07 251

દિલ્હીના દારૂ કૌભાંડમાં દરોડાની પ્રક્રિયા ચાલી રહી છે. આજે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ દિલ્હી સહિત હૈદરાબાદ અને પંજાબમાં 35 સ્થળો પર દરોડા પાડ્યા છે. આ પહેલા સપ્ટેમ્બર મહિનામાં EDના દરોડામાં અત્યાર સુધીમાં દારૂ કૌભાંડમાં 2 લોકોની ધરપકડ કરવામાં આવી છે.