કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણી: ઉમેદવારી પત્ર પાછું ખેંચવા મુદ્દે શશિ થરૂરનું મહત્વનું નિવેદન

2022-10-06 2,676

ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટીના રાષ્ટ્રીય અધ્યક્ષ પદ માટે ચૂંટણી લડી રહેલા શશિ થરૂરે ઉમેદવારી પત્ર પાછું ખેંચવા સંબંધિત બાબતોને અફવા ગણાવી છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ પદના ઉમેદવાર શશિ થરૂરે કહ્યું કે આ વાતો અફવા છે કે હું ઉમેદવારી પત્ર પાછું ખેંચવાનો છું. મને એટલું બધું સમર્થન મળી રહ્યું છે કે, જો હું લોકશાહી ઢબે ચૂંટણી કરાવવા માંગતો ન હોત તો મેં બીજા ઉમેદવારને પોતાનું ઉમેદવારી પત્ર પાછું ખેંચવા કહ્યું હોત.

Videos similaires