યુએસ સ્પીકર નેન્સી પેલોસીની તાઈવાનની મુલાકાત બાદથી ચીને તાઈવાનની ધરતી પર તેની કાર્યવાહી વધુ તીવ્ર બનાવી છે. તે વારંવાર પોતાના સિવિલિયન ડ્રોન અને મિલિટ્રી એરક્રાફ્ટથી ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. તાઈવાનના સંરક્ષણ મંત્રાલય (MND) એ બુધવારે સાંજે 5 વાગ્યે તાઈવાનની આસપાસ 33 ચીની લશ્કરી વિમાનો અને ચાર નૌકા જહાજોને ટ્રેક કર્યા.