કોંગ્રેસ છોડયા બાદ હર્ષદ રીબડિયા ભાજપમાં જોડાયા

2022-10-06 389

કોંગ્રેસ છોડ્યા બાદ હર્ષદ રિબડીયાએ આજે કેસરિયો ધારણ કર્યો. પ્રદિપસિંહ વાઘેલાએ ખેસ પહેરાવી હર્ષદ રિબડીયાને આવકાર્યા છે. હર્ષદ રિબડીયાએ ભાજપનો ખેસ ધારણ કર્યો. કાર્યકરો સાથે હર્ષદ રિબડીયા ભાજપમાં જોડાયા. તેમની સાથે નટુ પોંકિયા પણ ભાજપમાં જોડાયા.

ભાજપના નેતા પ્રદિપસિંહ વાઘેલાએ કહ્યું કે હર્ષદભાઇ ખેડૂતોનાં પ્રશ્નો માટે લડતા રહે છે. ખેડૂતો માટે મોદી સાહેબે કામ કર્યા છે. હર્ષદભાઇ પણ મોદી સરકારનાં કામ જોઇ જોડાયા. કોંગ્રેસમાં નેતૃત્વ નથી, નીતિ નથી.

Videos similaires