મેક્સિકોમાં અંધાધૂંધ ગોળીબાર, મેયર સહિત 18 લોકોના મોતથી ફફડાટ

2022-10-06 716

અમેરિકામાં ગોળીબારની ઘટનાઓની અસર હવે પાડોશી દેશોમાં પણ જોવા મળી રહી છે. અમેરિકાના પાડોશી દેશ મેક્સિકોમાં ગુરુવારે ખુલ્લેઆમ ફાયરિંગની ઘટના સામે આવી છે. મેક્સિકો સિટી હોલમાં બંદૂકધારીઓએ ગોળીબાર કર્યો હતો, જેમાં મેયર સહિત 18 લોકોના મોત થયા હતા.

ઘટનાસ્થળ પર હાજર લોકોના જણાવ્યા અનુસાર, બુધવારે બપોરે અચાનક બંદૂકધારી ગ્યુરેરો રાજ્યના સેન મિગુએલ ટોટોલાપનના સિટી હોલમાં પહોંચી ગયો અને લોકો પર ગોળીબાર શરૂ કરી દીધો. ગોળીબારમાં માર્યા ગયેલા લોકોમાં મેયર કોનરાડો મેન્ડોઝા, તેમના પિતા અને ભૂતપૂર્વ મેયર જુઆન મેન્ડોઝા તેમજ સાત પોલીસકર્મીઓનો પણ સમાવેશ થાય છે. સાવચેતી રાખીને પોલીસે હુમલા બાદ આખા શહેરની નાકાબંધી કરીને આરોપીઓને પકડવાનો પ્રયાસ કર્યો હતો, જોકે હજુ સુધી તેઓની ધરપકડ કરવામાં આવી નથી. પોલીસ વ્યૂહરચના બનાવીને ગુનો આચરવામાં આવ્યો હોય તેવું કહી રહ્યા છે.