રાજ્યમાં બેવડી ઋતુના માહોલ વચ્ચે વરસાદની આગાહી સાચી પડતી જણાય રહી છે. આજે વહેલી સવારે અમદાવાદના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો અને કેટલાંક વિસ્તારોમાં વરસાદ પડ્યો. અમદાવાદના વેજલપુર, સરખેજ, પ્રહલાદનગર, એસ.જી હાઇવે વિસ્તારમાં ધીમો વરસાદ પડયો છે.
ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગે ત્રણ દિવસ વરસાદની આગાહી કરી છે. 7 અને 8 ઓક્ટો.એ દક્ષિણ ગુજરાતમાં થંડરસ્ટ્રોમ એક્ટિવિટી થશે તેના લીધે વરસાદની સંભાવના છે. થંડરસ્ટ્રોમ એક્ટિવિટીને લીધે 40 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શકયતા છે. હવામાન વિભાગના જણાવ્યાનુસાર ગીર સોમનાથ, વલસાડ, નવસારી, પંચમહાલ અને દાહોદમાં પણ વરસાદની આગાહી છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં પવન સાથે સામાન્ય વરસાદ રહેશે.