ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી અજિંક્ય રહાણેની પત્ની રાધિકાએ બુધવારે સવારે પુત્રને જન્મ આપ્યો છે. ટીમ ઈન્ડિયાના ખેલાડી રહાણેએ સોશિયલ મીડિયા દ્વારા પોતાના ફેન્સને આ ખુશખબર આપી હતી. રહાણેએ જણાવ્યું કે રાધિકા અને તેનો પુત્ર એકદમ સ્વસ્થ છે. તેણે તમામના આશીર્વાદ માટે તેના ચાહકોનો આભાર માન્યો હતો. રહાણેએ તેના પુત્રના જન્મદિવસ પછી સોશિયલ મીડિયા પર ચાહકો માટે એક ખાસ પત્ર પણ શેર કર્યો હતો.