ત્રણ તલાક બાદ ફરી એકવાર તલાક સાથે જોડાયેલો મુદ્દો કાયદાના દરવાજે પહોંચ્યો છે. અહેવાલો અનુસાર સુપ્રીમ કોર્ટમાં તલાક-એ-કિનાયા અને તલાક-એ-બાઇન સહિત ન્યાયિક દાયરાની બહાર રહેલા એકતરફી તલાકની રીતોને ગેરબંધારણીય જાહેર કરવાની માગ સાથે અરજી દાખલ થઇ છે. અરજદારનું કહેવું હતું કે ઘણાં ઇસ્લામિક રાષ્ટ્રોએ તેની પર પ્રતિબંધ લાદી દીધો છે, પરંતું ભારતમાં તે યથાવત છે.પતિ અને સાસરિયા તરફથી શારીરિક અને માનસિક યાતનાનો શિકાર બનેલી ડૉક્ટર સૈયદા અમરીન તરફથી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાવાયેલી અરજીમાં તેમણે આ વાત પર ભાર આપ્યો હતો કે આવી પ્રથાઓ મહિલાઓની ગરિમાની વિરુદ્ધ હોવાની સાથે જ બંધારણની કલમ 14, 15, 21, 15માં અપાયેલા મૂળભૂત અધિકારોનો પણ ભંગ કરે છે.