વિસનગરમાં અશ્વ દોડ સ્પર્ધામાં બાળક ઈજાગ્રસ્ત થતા આરોગ્ય મંત્રીએ આપ્યું મહત્વનું નિવેદન

2022-10-05 1

વિસનગરના ભાલકમાં 100 વર્ષ જૂની અશ્વ દોડની અનોખી પરંપરા આજે પણ યથાવત છે. આજે ભાલક ગામે આ અશ્વ દોડના કાર્યક્રમમાં અશ્વએ બાળકને હડફેટે લેતા તાત્કાલિક હોસ્પિટલ ખસેડવો પડ્યો હતો. આ બાબતે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, આવતા વર્ષે આ આયોજન પર વધુ કાળજી લેવામાં આવશે. અશ્વ દોડની જગ્યા પર બેરીકેટ કરવામાં આવશે. અસ્વ દોડમાં 20 હાજર જેટલા લોકો પહોંચ્યા હતા.
વિસનગરમાં અશ્વ દોડમાં દૂર દૂરથી લોકો પોતાના અશ્વને લઈને આવે છે, આ પરંપરા વર્ષો જુની છે. આજે ભાલકમાં ગુજરાતના અલગ અલગ જિલ્લામાંથી 75 જેટલા અશ્વએ ભાગ લીધો હતો અને પ્રથમ, દ્રિતીય અને ત્રિતીય નંબર આવનાર અશ્વ દોડના માલિકને ઇનામ આપી સન્માનિત કરવામાં આવે છે.

Videos similaires