દુબઇમાં ખૂલ્યું ભવ્યાતિભવ્ય હિન્દુ મંદિર, 16 દેવી-દેવતાની મૂર્તિઓ સ્થાપિત

2022-10-05 604

દુબઈ સંયુક્ત આરબ અમીરાત (UAE) માં દશેરાના એક દિવસ પહેલા 4 ઓક્ટોબરે એક નવા હિન્દુ મંદિરનું સત્તાવાર રીતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ભારતના ટોચના મહાનુભાવોની હાજરીમાં આ ભવ્ય મંદિરના દરવાજા સત્તાવાર રીતે ખોલવામાં આવ્યા હતા. આ હિન્દુ મંદિર જેબેલ અલીમાં અમીરાતના કોરિડોર ઓફ ટોલરન્સમાં આવેલું છે. આ મંદિર 70,000 ચોરસ ફૂટ વિસ્તારમાં ફેલાયેલું છે. મંદિરના ઉદઘાટન સમારોહમાં 200 થી વધુ મહાનુભાવો હાજર રહ્યા હતા.