યુક્રેન પર ચાલી રહેલા રશિયન હુમલાની વચ્ચે વ્લાદિમીર પુતિને હાલમાં જ સૈનિકોની સંખ્યામાં વધારો કરવાની જાહેરાત કરી હતી. આ અંતર્ગત 3 લાખ રિઝર્વ ફોર્સ એટલે કે સૈન્ય પ્રશિક્ષિત નાગરિકોને સેનામાં વધારો કરવામાં આવ્યો છે. વ્લાદિમીર પુતિનના આદેશ બાદ બે અઠવાડિયામાં બે લાખ લોકો સેનામાં જોડાયા છે. રશિયાના સંરક્ષણ પ્રધાન સર્ગેઈ શોઇગુએ જાણકારી આપી હતી. યુક્રેનના સતત હુમલાના કારણે રશિયન સેનાને ભૂતકાળમાં બેકફૂટ પર આવવું પડ્યું હતું. આ પછી વ્લાદિમીર પુતિને અનામત સૈનિકોને એકત્રિત કરવાનો આદેશ આપ્યો. આ અંતર્ગત લશ્કરી તાલીમ મેળવનાર 3 લાખ લોકોને મોરચામાં લાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.